૧૪ નવેમ્બરને વિશ્વભરમાં વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સએ ૨૦૦૬ માં રીઝોલ્યુશન પસાર કરીને ૧૪ નવેમ્બરને વર્લ્ડ ડાયાબિટીસ ડે જાહેર કર્યું છે. ૧૪ નવેમ્બરની પસંદગી કરવા માટેનું કારણ ડૉ ફ્રેડરિક બેન્ટિંગ છે. ડૉ ફ્રેડરિક બેન્ટિંગે ૧૯૨૧માં ઇન્સ્યુલીનની શોધ કરી હતી.
સૌ પ્રથમ વિશ્વ ડાયાબિટીસ દિવસ ૧૪ નવેમ્બર ૨૦૦૭માં ઉજવવામાં આવ્યો હતો. વિશ્વ ડાયાબિટીસ દિવસે વિશ્વભરમાં ડાયાબીટીસના દર્દીઓને ડાયાબીટીસ અંગે જાગૃત કરવામાં આવે છે. વિશ્વભરમાં 20 કરોડથી વધુ ડાયાબીટીસના દર્દીઓ છે.