વાઘ બારસએ દિવાળીનાં પર્વની શરૂઆતનો દિવસ છે. ગુજરાતીઓ આજના દિવસથી ઊંબરા પૂજવાની શરૂઆત કરે છે અને તેને દિવાળીનો પહેલો દિવસ ગણે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો વદ બારસ એટલે વાઘ બારસ.
આ તહેવારનું અન્ય એક પૌરાણીક નામ -વસુ બારસ- છે, -વસુ- એટલે ગાય, ગાયને ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ દિવસે ગાય અને વાછરડાંની પૂજા કરવામાં આવે છે.