ભારત સરકાર દ્વારા, વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષના ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters' Day) તરીકે મનાવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧થી કરવામાં આવી છે. તારીખ ૨૫ જાન્યુઆરી ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે. તેની ઉજવણી પાછળ ચૂંટણી પંચનો હેતુ એ હતો કે દર વર્ષે દેશભરના તમામ મતદાન મથક વિસ્તારોમાં, તે તમામ પાત્ર મતદારોની ઓળખ કરવામાં આવશે, જેમની ઉંમર 1 જાન્યુઆરીએ 18 વર્ષની થઈ ગઈ હશે.