ભગવાન શ્રીકૃષ્ણ શ્રાવણ સુદ આઠમે જન્મ્યા હતા. તેની ઊજવણીના ભાગરૂપે વર્ષોવર્ષ જન્માષ્ટમીનું પર્વ મનાવાય છે. ભગવાન શ્રીકૃષ્ણ મથુરાની જેલમાં જન્મ્યા. તેમના પિતાએ યોગમાયાના બળે જેલમાંથી યમુના નદી પાર કરી. નંદ-યશોદાને ઘરે ઉછેરવા મૂકી આવ્યાં. ગોકુળમાં ભગવાન શ્રીકૃષ્ણે તેમની બાળ લીલાઓ કરી હતી. ભગવાન શ્રીકૃષ્ણ હિન્દુ ધર્મની આસ્થાનું પ્રતિક છે. જે હજારો વર્ષ પછી પણ તે અડગ રહ્યું છે.
પરંપરાગત રીતે કૃષ્ણભક્તો સાતમનો આઠમનો ઉપવાસ રાખે છે. આઠમની મધ્યરાત્રીએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી નોમના દિવસે સમયમાં ‘દહી’ હાડી ના કરતબો યુવાન પેઢી કરે છે. જેમાં ખૂબ જ ઊંચાઇ પર જાહેરમાર્ગ પર મટકીમાં માખણ ભરી લટકાવવામાં આવે છે. માનવીય ત્રિકોણ-પિરામિડ બનાવી મટકીની ઊંચાઇએ પહોંચી તેને ફોડવાના પ્રયાસો કરી આનંદ લૂંટે છે. મટકી ફોડવામાં સફળ થનારને આનંદ-ઉમંગથી વધાવવામાં આવે છે.