શિવરાત્રી તો પ્રતિમાસ આવે છે. પરંતુ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ૐ નમઃ શિવાના અખંડ પાઠ કરી શિવલીંગ પર બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે.
શિવભકતોમાં અદકેરૂ મહાત્મય ધરાવતું આ મહાશિવરાત્રી પર્વના આગમન વેળાએ મહાશિવરાત્રીનું રહસ્ય જોઇએ તો કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વષા શ્રેષ્ઠતા અંગેનું વાકયુધ્ધ થતા તે યુધ્ધને અટકાવવા માટે ભગવાન શંકર અગિ્ન મહાલીંગ તરીકે ત્યાં સ્થાપીત થયા. જેનું મુળ પાતાળથી પણ નીચે અને બ્રહ્માંડથી ઉપર સુધી હોવાથી તેનો તાગ મળતો નહતો. ભગવાન વિષ્ણુ પાતાળથી બ્રહ્માંડ સુધી ફરી વળ્યા. પરંતુ લીંગનો તાગ મળ્યો નહી. જયારે ભગવાન બ્રહ્મા બ્રહ્માંડની ઉપર સુધી ગયા પરંતુ તેને તાગ મળ્યો નહિ. આમ છતાં તેઓ ખોટુ બોલ્યા કે તેને લીંગનો તાગ મળી ગયો છે.
આથી ભગવાન બ્રહ્માને શિક્ષા કરવા અગિ્નસ્તંભ (લીંગ)માંથી ભગવાન શંકર પ્રગટ થયા અને જે પાંચમાં મુખથી બ્રહ્મા અસત્ય બોલેલા તે મુખ કાપી નાંખ્યું. ત્યારે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીનું પુજન કર્યુ.
બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રી ગણવાથી તેને મહાશિવરાત્રી નામ અપાયું. આમ મહાશિવરાત્રીનું પર્વ એ શિવભકતો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે.